Friday - Jul 03, 2026

મોરબી પ્લાસ્ટિક પોલીમર્સ દ્વારા એસોસિએશનની રચના.

મોરબી પ્લાસ્ટિક પોલીમર્સ દ્વારા એસોસિએશનની રચના.

મોરબી:- મોરબી પ્લાસ્ટિક પોલીમર્સ ની તાજેતરમાં મહેન્દ્રનગરની રામવાડી ખાતે મિટિંગનું આયોજન કરાયું હતું, જેમાં મોરબી પ્લાસ્ટિક પોલીમર્સ દ્વારા પ્રમુખ ઉપપ્રમુખ તેમજ કમિટીની રચના કરવામાં આવી હતી, 
 

મોરબી પ્લાસ્ટિક પોલીમર્સ દ્વારા એસોસિએશનની રચના.

આ મિટિંગમાં સૌના એક મતથી પ્લાસ્ટિક સીટ કવર એસોસિએશનની રચના કરવામાં આવી હતી, જેમાં પ્રમુખ અને ઉપપ્રમુખ ની નિમણૂક સર્વાનું મતે કરાઈ હતી,જેમાં પ્રમુખ તરીકે ભરતભાઈ ભટ્ટ (વિનાયક પોલીપ્લાસ), ઉપપ્રમુખ તરીકે અશ્વિનભાઈ ધરોડિયા (શાઇન પોલીમર્સ) વાળાની સર્વાનું મતે નિમણુંક કરાઈ હતી, 

 

મોરબી પ્લાસ્ટિક પોલીમર્સ દ્વારા એસોસિએશનની રચના.

કમિટી મેમ્બરમાં જયેશભાઈ (ગ્લીન્ટ ઓરેન્જ), ધીરેનભાઈ (ઇટામેક્ષ ઇન્ડસ્ટ્રીઝ), પાર્થભાઈ (યુરીસિસ સ્પા), નીરજભાઈ (ફ્લોટેક પોલીમર્સ), જલ્પેશભાઈ (લક્ષ્મી પોલીમર્સ), બળદેવભાઈ (વેલવેક્ષ પ્લાસ્ટિક), દલસુખભાઈ (સ્કાયશન), હિરેનભાઈ (નિયોન), ધવલભાઇ (શિલ્પી પોલીમર્સ), ઉમેશભાઈ (બહુચર પ્લાસ્ટિક), પાર્થભાઈ (રોલસ્ટોન), રાહુલભાઈ સોહમ (પોલીમર્સ), વિનોદભાઈ (વેલવેક્ષ ઇન્ડસ્ટ્રીઝ), આ કમિટી મેમ્બરના તમામ મેમ્બરોની સર્વાનુમતે નિમણૂક કરવામાં આવી હતી, અને બાદમાં સૌએ સાથે મળી સમુહ ભોજન લીધું હતું, આ એસોસિએશનનો હેતુ વેપારમાં થતા પૈસાની લેતી દેતીના વિલંબને અટકાવવો અને પૈસાની લેતી દેતીમાં પારદર્શકતા લાવવાનો છે. અને સૌના સાથ અને સૌના વિકાસથી વેપારને નવી રાહ અને દિશા આપવાનો છે.

 

મોરબી પ્લાસ્ટિક પોલીમર્સ દ્વારા એસોસિએશનની રચના.