Sunday - Jul 05, 2026

2ના તળાવમાં ડૂબી જવાથી મોત થતા મુખ્યમંત્રી રાહત ફંડમાંથી સહાય ચૂકવાઈ

2ના તળાવમાં ડૂબી જવાથી મોત થતા મુખ્યમંત્રી રાહત ફંડમાંથી સહાય ચૂકવાઈ

 મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના વિરપર ગામના 2 લોકોના તળાવમાં પડી જવાથી મોત થાય હતા. ત્યારે તેમને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી 4-4 લાખ એમ કુલ 8 લાખની આર્થિક સહાય પરિવારને ચુકવવામાં આવી છે.

ગત તા.1 સપ્ટેમ્બર 2024ના રોજ ટંકારા તાલુકાના વિરપર ગામના બે નવયુવાનો ટંકારાના વિરપર ગામના તળાવના સામાકાંઠે રીક્ષા પડી હોય જે લેવા માટે પ્રવીણભાઈ નરશીભાઈ સનારીયા (ઉ.વ.42) અને પ્રેમજીભાઈ ભગવાનજીભાઈ સનારીયા (ઉ.વ.32) બંને કોઝવે પરથી સામાકાંઠે જતા હોય ત્યારે પગ લપસી જતા બંનેના તળાવના પાણીમાં ડૂબી જતાં મોત નીપજ્યા હતા. જે યુવાનોના પરિવારને સરકાર તરફથી ચાર - ચાર લાખની સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.