Thursday - Feb 12, 2026

ઓનલાઈન કામગીરી કરો તોજ પગાર મળશે કહી ત્રણ માસનો પગાર અટકાવતા આશાવર્કર, આશાફેસિલિટરો જંગે ચઢી

ઓનલાઈન કામગીરી કરો તોજ પગાર મળશે કહી ત્રણ માસનો પગાર અટકાવતા આશાવર્કર, આશાફેસિલિટરો જંગે ચઢી

મોરબીમાં આશાવર્કર, આશાફેસિલિટર બહેનોનું વેતનમાં શોષણ મુદ્દે વિરોધ પ્રદર્શન

મોરબી : મોરબી જિલ્લાના આશાવર્કર, આશાફેસિલિટર બહેનોનું લાંબા સમયથી વેતનમાં શોષણ કરવામાં આવતું હોય અને ઉપરથી ઓછી આવકમાં મોબાઈલ લઈ શકે એવી સ્થિતિ ન હોવા છતાં મોબાઈલ આપ્યા વગર ઓનલાઈન કામગીરી કરવા સતત દબાણ કરી ઓનલાઈન કામગીરી કરો તોજ પગાર મળશે તેવું કહી ત્રણ માસનો પગાર અટકાવતા આ બહેનો વિફર્યા હતા અને આશાવર્કર, આશાફેસિલિટર બહેનોએ જિલ્લા કલેક્ટર કચેરી દોડી જઇ વેતન વધારો, પેન્શન લાગુ કરો, મળવાપાત્ર હક્ક હિસ્સા આપો તેમજ મોબાઈલ આપશો તોજ ઓનલાઈન કામગીરી કરીશું તેવા સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.

મોરબી જિલ્લાના આશાવર્કર, આશાફેસિલિટર બહેનોએ જિલ્લા કલેક્ટર કચેરીએ મોરચો માંડીને આવેદન આપીને હૈયાવરાળ ઠાલવી હતી કે, દરેક સરકારી કાર્યક્રમોમાં કામો કરતા હોવા છતાં લાંબા સમયથી તેમનો પગાર વધારો કરવામાં આવ્યો જ નથી. આટલું ઓછું હોય એમ હમણાંથી સતત અમારા ઉપર ઓનલાઈન કામગીરી કરવા માટે રીતસર દબાણ કરવામાં આવી રહ્યું છે. જો કે, ઓનલાઈન કામગીરી કરવા માટે મોબાઈલ જરૂરી હોય એના વગર આ ઓનલાઈન કામગીરી શક્ય નથી. આથી પહેલા મોબાઈલ આપે પછી જ અમારા પર ઓનલાઈન કામગીરી કરવાનું કહે તો વાજબી ગણાય પણ મોબાઈલ આપ્યા વગર જ જવાબદાર અધિકારી ઓનલાઈન કામગીરી કરવા ટોર્ચર કરે છે અને ઓનલાઈન કામગીરી કરશો તો જ પગાર મળશે તેમ કહી ત્રણ માસના આસાવર્કર બહેનોના પગાર અટકાવી દીધા છે. પરંતુ  હાલ ઓફલાઇન કામગીરી ચાલુ જ છે. જ્યાં સુધી સરકાર મોબાઈલ નહિ આપે ત્યાં સુધી ઓનલાઈન કામગીરી નહિ કરીએ તેવો આશાવર્કર રુક્ષમણીબેન રામજીભાઈએ અડગ નિર્ણય જાહેર કર્યો છે. 
 

ઓનલાઈન કામગીરી કરો તોજ પગાર મળશે કહી ત્રણ માસનો પગાર અટકાવતા આશાવર્કર, આશાફેસિલિટરો જંગે ચઢી

આશાવર્કર બહેનોને મહિને માત્ર રૂ.2300 અને આશાફેસીલીટર બહેનોને માત્ર 6 હજારનું માસિક વેતન મળે છે. આમ છતાં આટલા ટૂંકા પગારમાં બહેનોને 24 કલાકમાં ગમે ત્યારે ડિલિવરીનો કેસ આવે તો તુરંત જવું પડે છે. આમ તો અમને માનદ વેતનનો ધોરણે જ રાખવામાં આવ્યા છે. છતાં કાયમી કર્મચારી કરતા પણ 24 કલાક ફરજ બજાવવી પડે છે. આ ઉપરાંત દરેક સરકારી કાર્યક્રમોમાં ભથ્થું મળે કે ન મળે પણ છતાં ફરજિયાત કામગીરી કરવી પડે છે. પીવાયજેએમ અને આયુષમાનકાર્ડનું પાંચ વર્ષ કામ કર્યું હોવા છતાં એનો કોઈ લાભ મળ્યો નથી. છતાં પણ એચબીઆસીના ફોર્મની ઓનલાઈન કામગીરી ન કરે તો પગારમાંથી કાપી લેવાની ધમકી આપે છે.  ફક્ત 2300ના પગારમાં આશાવર્કર પાસે 24 કલાક કામ કરાવવું કોઈ કાળે યોગ્ય નથી. છતાં અધિકારીઓ દબાવીને મનમાની ચલાવે છે અને કામગીરી કરવાની ના પાડી તો કાઢી નાખવાની ધમકી પણ આપે છે. સુપ્રીમ કોર્ટે રૂ.24800 વર્કરને અને રૂ.20300 હેલ્પરને છ મહિનમાં આપવાનો ચુકાદો આપ્યો.હોય અને સરકારનો આ વાયદો પૂરો થયો હોવાથી કોર્ટના આદેશ મુજબ આ વેતન આપવાની માંગ કરી છે.