મોરબી:- મોરબી શહેરની અંદર આવેલી ચિત્રકૂટ સોસાયટી શેરી નંબર છ માં છેલ્લા ૧૫ વર્ષ થયા અર્વાચીન ઢબે નવરાત્રિનું ભવ્ય આયોજન થાય છે. મોરબી શહેરની અંદર ઠેર ઠેર નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે મોરબી ની અંદર આવેલી ચિત્રકૂટ સોસાયટી શેરી નંબર ૬ માં છેલ્લા 15 વર્ષ થયા દર વર્ષે ભવ્ય થી ભવ્ય રૂપે માતાજીના નોરતામાં ગરબા રમી સાચા ભાવ સાથે માં ની ગરબી યોજાય છે, અને નવરાત્રીમાં માતાજીની આરાધના કરવામાં આવે છે અને આ ગરબી મહોત્સવમાં મહિલાઓ અને દીકરીઓ ટ્રેડિશનલ વેશભૂષા ધારણ કરી માતાજીની નવે નવ દિવસ ગરબા ગાઈને માં શક્તિ ની આરાધના કરે છે. અને આદ્યશક્તિ માં નવદુર્ગા ના ચરણોમાં પોતાની ભક્તિ રૂપી શક્તિ ને ઉજાગર કરી નારી તું નારાયણી વાક્યને ચરિતાર્થ કરે છે.