મોરબી : મોરબી શહેર અને જિલ્લાના ચોમાસાની વિદાય વચ્ચે છેલ્લા રાઉન્ડમાં ઘડીઓ વચ્ચે મેઘરાજાએ ગત મોડીરાત્રે ફરી બઘડાટી બોલાવી વાંકાનેરમાં એક ઇંચ, મોરબીમાં અડધો ઇંચથી વધુ અને ટંકારામા 7 મીમી વરસાદ વરસાવ્યો હતો. જ્યારે હળવદ અને માળીયામાં વરસાદ નોંધાયો ન હતો.