Saturday - May 02, 2026

મોરબીમાં ફાયરિંગના ગુનામાં સંડોવાયેલ શખ્સની પાસા હેઠળ ધરપકડ

મોરબીમાં ફાયરિંગના ગુનામાં સંડોવાયેલ શખ્સની પાસા હેઠળ ધરપકડ

મોરબી શહેરમાં અવાર નવાર શરીરસબંધી તેમજ ફાયરીંગના ગુનામાં પકડાયેલ મહીપતસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજા ઉ.વ.૨૮ રહે.મોરબી શનાળા રોડ ઉમીયાસર્કલ યદુનંદન-૧ સામે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ દ્વારા પાસાની પ્રપોઝલ કરવામા આવી હતી. જે અન્વયે ડીસ્ટ્રીકટ મેજીસ્ટ્રેટ અને કલેક્ટરે પાસા પ્રપોઝલ મંજુર કરી પાસા વોરંટ ઇસ્યુ કરેલ હતું. જેથી આરોપીને અમદાવાદ જેલ ખાતે ધકેલવામાં આવ્યા છે.