પોલીસ કર્મચારીએ ખોટા ગુન્હામાં ફિટ કરી દેવાની ધમકી આપી, બન્ને પક્ષે વાહનોમાં તોડફોડ કરી
હળવદ : હળવદ પોલીસ લાઈનમાં રહેતા પોલીસ કર્મચારી તેમજ તેમના પત્ની અને અન્ય લોકોએ ચરાડવાના યુવકને ખોટા ગુન્હામાં ફિટ કરવાની ધમકી આપી ધોકા, છરી વડે માર માર્યાની ફરિયાદી નોંધાઇ છે, સામાપક્ષે પણ કારમાં નુકશાન તેમજ અજાણ્યા લાંબા વાળ વાળો વ્યક્તિ છરી લઈ મારવા દોડ્યો હોવાની તેમજ વાહનમાં નુકશાન મામલે ફરિયાદ નોંધાવાઈ છે.
હળવદ તાલુકાના ચરાડવા ગામે રહેતા ફરિયાદી સદામ ગુલામહુસેન ભટ્ટી ઉ.વ
30એ આરોપી વિજયભાઈ છાસિયા, તેમના પત્ની, સમીર રફીકભાઈ જામ, ઉમરભાઈ કાસમભાઈ જામ, શબિર કાસમભાઈ જામ અને સાદીક કાસમભાઈ જામ રહે.તમામ હળવદ વાળાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યુ હતું કે, આરોપીઓએ કાવતરું રચી મંડળી બનાવી ધોકા અને છરી ધારણ કરી ફરિયાદી તેમજ સાહેદ રેહાનને ઇજા પહોંચાડી જીજે - 36 -બીબી - 9200 નંબરની સ્વીફ્ટ કાર ફરિયાદીની થાર ગાડી સાથે ભટકાડી 25 હજારનું નુકશાન કરી ફરિયાદીના પત્ની અને માતાને ગાળો આપી ખોટા ગુન્હામાં ફિટ કરી દેવાની ધમકી આપી હતી.
સામાપક્ષે સમીર રફીકભાઈ જામ રહે.હળવદ વાળાએ આરોપી સદામ મિયાણા રહે.ચરાડવા વાળા તેમજ અજાણ્યા બે ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું હતું કે, આરોપીઓએ ફરિયાદી તેમજ સાહેદોને ગાળો આપી અજાણ્યા લાંબા વાળ વાળો શખ્સ હાથમાં છરી લઈ મારવા દોડ્યો હતો અને થાર ગાડી વડે સ્વીફ્ટ કારને ટક્કર મારી રૂ.50 હજારનું નુકશાન પહોચાડ્યું હતું.બનાવ અંગે હળવદ પોલીસે સામસામી ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.