Monday - Jul 06, 2026

ટંકારાના પિસ્તોલ અને કારતુસ કેસમાં આરીફમીર ફરી જેલહવાલે

ટંકારાના પિસ્તોલ અને કારતુસ કેસમાં આરીફમીર ફરી જેલહવાલે

 ટંકારા ખાતે વર્ષ 2021મા 2 ગેરકાયદેસર પિસ્તોલ, 80 કાર્ટીસ તથા 3 મેગ્જીન મળી આવવાના ગુન્હામાં પકડાયેલા આરોપીઓએ આ હથિયાર મોરબીનો આરીફમીર મૂકી ગયો હોવાની કબુલતા આ કેસમાં નાસતો ફરતો આરીફ મીર હાલમાં મોરબીનાએ ગુન્હામાં આત્મસમર્પણ બાદ સાબરમતી જેલમાં હોય ટંકારા પોલીસે આરોપીનો કબજો લીધો હતો. જો કે, અદાલતે રિમાન્ડ મંજુર ન કરતા આરોપી આરીફ મીરને ફરી જેલહવાલે કરાયો હતો.

વર્ષ 2021માં ટંકારામાં ક્રુઝર ચાલકને બે ભાઈએ ભેગા થઈને માર્યાના કેસમાં સરકારી હોસ્પિટલ સામે રહેતા આદમ ઉર્ફે આદુ ઈસાભાઈ અબ્રાણી ઘરે તપાસ કરતાં ટંકારા પોલીસને 2 પિસ્તોલ 80 કાર્ટીસ તથા 3 મેગ્જીન મળી આવી હતી. આ કેસમાં પોલીસે આદમનું નિવેદન નોંધાતા આરોપીએ આ હથિયાર મોરબીનો કુખ્યાત આરિફ મિર મુકી ગયાની કબુલાત આપતા પોલીસે આરીફ મીરને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા પરંતુ પોલીસ હથે ચડયો ન હતો. બીજી તરફ મોરબીના ચકચારી હત્યાના કેસમાં સાબરમતી જેલમાં રહેલ આરીફ મિરને ટંકારા પોલીસે આર્મ્સ એક્ટ હેઠળના કેસમાં તપાસ કામે કબજો લઈ ટંકારા કોર્ટમાં 3 દિવસના રિમાન્ડ માટે રજૂ કર્યો હતો. જો કે ટંકારા કોર્ટે રિમાન્ડ નામંજુર કરતા આરીફ મીરને ફરી જેલ હવાલે