Saturday - May 18, 2024

હળવદના સુરવદર ગામે તળાવમાં માતાની નજર સામે માસુમ પુત્રીના મોતથી અરેરાટી માતા તળાવના ધોબી ઘાટ પર કપડાં ધોતા સમયે માતાની નજર સામે જ કરુણ ઘટના બનતા સમગ્ર ગામમાં શોકની કાલિમા છવાઈ ગઈ

હળવદના સુરવદર ગામે તળાવમાં માતાની નજર સામે માસુમ પુત્રીના મોતથી અરેરાટી

માતા તળાવના ધોબી ઘાટ પર કપડાં ધોતા સમયે માતાની નજર સામે જ કરુણ ઘટના બનતા સમગ્ર ગામમાં શોકની કાલિમા છવાઈ ગઈ

હળવદ તાલુકાના સુરવદર ગામે હ્ર્દય દ્રાવક કરુણ ઘટના સામે આવતા સમગ્ર ગામ આઘાતથી સ્તબ્ધ થઈ ગયું છે. જેમાં હળવદ તાલુકાના સુરવદર ગામે પાંચ માસની બાળકીને સાથે કપડાં ધોવા માતા ગયેલી માતાનું ધ્યાન કપડાં ધોવામાં જ કેન્દ્રિત થતા તેમની માસુમ બાળકીનું તળાવમાં પડી જતા મોત નીપજ્યું હતું. જો કે ડૂબતી પુત્રીને બચાવવાના પ્રયાસમાં માતાના ગળામાં સાડીનો છેડો આવી જતા તેઓ પણ ઈજાગ્રસ્ત થયા હતા.

હળવદ તાલુકાના સુરવદર ગામે રહેતા માનુબેન દિનેશભાઈ ડાંગર ઉ.વ. 25 નામની પરિણીતા પોતાની પાંચ માસની બાળકી ખુશીબેનને લઈને ગત તારીખ 11ના રોજ ગામની સીમમાં આવેલ તળાવે કપડાં ધોવા માટે ગયા હતાં ત્યારે  આ તળાવના કામ ચલઉ ધોબી ઘાટ ઉપર સુવાડેલી પોતાના કાળજા કેરા કટકા સમાન આ દિવંગત બાળકી એટલે ખુશી તરફ માતાનું ધ્યાન ન રહેતાં ખુશી પાણીમાં પડી જતા તેણીનું મોત નીપજ્યું હતું., પરિવાર તેમજ ગામ આખાની વહાલી દીકરી જન્મી એને પાંચ માસનો સમય થયો હોય આતલા ટૂંકાગાળામાં તેની અણધારી વિદાયથી ગામ આખું દર્દથી પીડિત થઈ ગયું હતું.

દરમિયાન પોતાની વ્હાલસોયી દીકરી ખૂબ જ કુમળી વયની હોવાથી આવા જોખમી સ્થળે ન લઈ જવાની તેના પતિએ પોતાની પત્નીને ચોખ્ખી ના પાડી દીધી હતી. પણ આ કરું ઘટના માં પુત્રીને ડૂબતી જોઈ એક પળનો વિલંબ મર્યા વગર તળાવમાં ઝંપલાવતા માતા માનુબેન દિનેશભાઈ ડાંગરને પણ તળાવના પાણીએ એવો ભરડો લીધો કે, પાણીમાં ઝંપલાવતા તેઓને પણ ગળાનાં ભાગે સાડીનું દબાણ આવતાં સારવાર માટે મોરબી દાખલ કરવા પડયા હતા, પોલીસની પ્રાથમિક તપાસમાં માનુબેનના બે વર્ષ પૂર્વે લગ્ન થયા હોવાનું બહાર આવ્યું છે,હાલ સમગ્ર મામલે વાંકાનેર ડીવાયએસપી અને હળવદ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.