Friday - Jul 03, 2026

મોરબી જિલ્લા શાળા સંચાલક મંડળના નવા હોદ્દેદારોની નિયુક્તિ

મોરબી જિલ્લા શાળા સંચાલક મંડળના નવા હોદ્દેદારોની નિયુક્તિ

મોરબી : મોરબી જિલ્લા શાળા સંચાલક મંડળની સામાન્ય સભા આજે ઓમ શાંતિ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, મોરબી ખાતે યોજાઈ હતી, જેમાં નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. આ સભામાં થયેલી વરણી મુજબ, ડો. અનિલભાઈ મહેતા પ્રમુખ તરીકે, મહેન્દ્રસિંહ ઝાલા મહામંત્રી તરીકે, એ.કે. પટેલ અધ્યક્ષ તરીકે, અને સુમંતભાઈ રોકડ નાયબ અધ્યક્ષ તરીકે ચૂંટાયા છે. આ ઉપરાંત, મોરબી જિલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના કન્વીનર તરીકે મનોજભાઈ પનારાની વરણી કરવામાં આવી છે. આ ઉપરાંત ઉપપ્રમુખ તરીકે હુસેનભાઇ શેરસીયા, ધીરુભાઈ પિત્રોડા, અને દિપકભાઈ મહેતા તેમજ મંત્રી તરીકે મનસુરઅલી અણદાણી, ઇન્દ્રીશભાઈ બાદી તેમજ બીપીનભાઈ ભટ્ટની વરણી કરાઈ છે. પ્રદેશ ડેલિકેટ અને સલાહકાર તરીકે ટી. ડી. પટેલ અને યુ.એ. કડીવાર, તેમજ કારોબારી સભ્યોમાં મિલનભાઈ પૈડા, મહેશભાઈ સાદરીયા, હરપાલસિંહ જાડેજા, ચંદુભાઈ હળવદિયા, નરેશભાઈ સાણજા અને વિનુભાઈ રૂપારેલીયાનો સમાવેશ થાય છે.

મોરબી જિલ્લા શાળા સંચાલક મંડળના નવા હોદ્દેદારોની નિયુક્તિ
મોરબી જિલ્લા શાળા સંચાલક મંડળના નવા હોદ્દેદારોની નિયુક્તિ