Saturday - Jul 11, 2026

ક્ષત્રિય સમાજના આગેવાન સામેની કાર્યવાહીના વિરોધમાં રાજપૂત સમાજનું કલેકટરને આવેદન

ક્ષત્રિય સમાજના આગેવાન સામેની કાર્યવાહીના વિરોધમાં રાજપૂત સમાજનું કલેકટરને આવેદન

મોરબી : ક્ષત્રિય સમાજના પ્રતિષ્ઠિત આગેવાન પી.ટી.જાડેજા સામે થયેલ પાસાની કાર્યવાહીના વિરોધમાં અખિલ ગુજરાત રાજપૂત યુવા સંધ-મોરબી, મોરબી જીલ્લા રાજપૂત સમાજ અને મોરબી જિલ્લા રાજપૂત કરણી સેના દ્વારા કલેક્ટરને આવેદન પાઠવવામાં આવ્યું છે.

સામાન્ય રીતે ખુબ જ ગંભીર પ્રકારના અનેક ગુનાઓ આચરનાર વિરૂધ્ધ પાસાની કલમોનો ઉપયોગ થતો હોય છે. પરંત પી.ટી. જાડેજા વિરૂધ્ધ આવા કોઈ ગંભીર પ્રકારનો કેસ ન હોવા છતા શા માટે ખોટી રીતે અન્યાયકારી વલણ અપનાવામા આવેલ છે. તે પોલીસ અને પ્રશાસન સામે શંકા ઉપજાવે છે.

ક્ષત્રિય સમાજના આગેવાન સામેની કાર્યવાહીના વિરોધમાં રાજપૂત સમાજનું કલેકટરને આવેદન

સમગ્ર ગુજરાત રાજ્યના રાજપુત સમાજ આ અન્યાયકારી બાબતની વિરુધ્ધ પોતાનો ઉગ્ર વિરોધ નોંધાવે છે. અને ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢે છે.  નાની બાબતને મોટું સ્વરૂપ આપી પી.ટી.જાડેજાની સામાજીક પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવા અને તેને નીચા દેખાડવાનો આ હીન પ્રયાસ છે. જો આ મામલે યોગ્ય ન્યાય નહિ મળે તો સમગ્ર ગુજરાત રાજ્યનો રાજપૂત સમાજ ન્યાયોચિત લડાઈ કરશે.