Monday - May 04, 2026

ટંકારાના ધુનડા(સ) ગામની સીમ નવાગામ રોડ ઉપર મળી આવેલ બાળકની માહીતી આપવા અપીલ

ટંકારાના ધુનડા(સ) ગામની સીમ નવાગામ રોડ ઉપર મળી આવેલ બાળકની માહીતી આપવા અપીલ


મોરબી : ટંકારાના ધુનડા(સ) ગામની સીમ નવાગામ રોડ, લક્ષદિપ કારખાના સામે વીડીમાંથી મળેલા બાળકની માહીતી આપવા પોલીસે અપીલ કરી છે.


ગત તા.૧૯/૦૩/૨૦૨૫ના રાત્રીના દસેક વાગ્યા પહેલા  ટંકારા તાલુકાના ધુનડા (સજનપર) ગામની સીમ નવાગામ રોડ, લક્ષદિપ કારખાના સામે વીડીમાથી એક તાજુ જન્મેલ બાળક (પુરૂષ) મળી આવેલ હોય જેના વાલી વારસ મળી આવેલ ન હોય તેમજ બાળકને ત્યજી દેનાર આરોપી મળી આવેલ ન હોય જેથી નીચે જણાવેલ ફોટો વાળા બાળક અંગે તેમજ તેના કોઇ વાલીવારસ કે ત્યજી દેનાર આરોપી વિશે કોઇ હકિકત મળી આવ્યેથી ટંકારા પોલીસ સ્ટેશનનો નીચે જણાવેલ મોબાઇલ નંબર પર સંપર્ક કરી માહીતી આપવા જાહેર જનતાને અપીલ છે.

બાળક સ્થળ પરથી મળી આવેલ ત્યારનો ફોટો, બાળકને હોસ્પીટલમાં સારવારમાં દાખલ કરેલ ત્યારની ફોટો, બાળકને સારવાર બાદ મહીલા પોલીસ દેખરેખ હેઠળ રાખેલ ત્યારનો ફોટો અને ઓખળની નીશાની- બાળક મળી આવેલ ત્યારે તેના શરીરે સામુહીક આરોગ્ય કેન્દ્ર ભાભર લખેલ ગુલાબી કલરના કપડા પહેરેલ છે.

- ટંકારા પોલીસ સ્ટેશન મોબાઇલ નંબર- ૬૩૫૯૬ ૨૬૦૭૬

કે.એમ. છાસીયા પોલીસ ઇન્સ્પેક્ટર ટંકારા પો.કસ્ટે. મો.નં. ૬૩૫૯૬ ૨૬૦૭૫