Wednesday - May 06, 2026

અનુપમ મિશન- મોરબી કેન્દ્ર દ્વારા વિમાન દુર્ઘટનાના દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ

અનુપમ મિશન- મોરબી કેન્દ્ર દ્વારા વિમાન દુર્ઘટનાના દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ

મોરબી, તા.૧૩.૦૬.૨૫ શુક્રવારના રોજ અનુપમ મિશન શ્રી સ્વામિનારાયણ સ્પિરિચ્યુઅલ એન્ડ કલ્ચરલ સેન્ટર, નાની વાવડી મોરબી દ્વારા  પટેલ સમાજ વાડી નાનીવાવડી-મોરબી ખાતે પ્રાર્થના અને સત્સંગ  સભાનું આયોજન કરાયું હતું.
 
અનુપમ મિશન- મોરબી કેન્દ્ર દ્વારા વિમાન દુર્ઘટનાના દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ

આ પ્રસંગે અનુપમ મિશનના અધિષ્ઠાતા સંત ભગવંત પરમ પૂજ્ય સાહેબજી મહારાજ, સદગુરુ સંત પરમ પૂજ્ય અશ્વિનદાદા સદગુરુ સંત પૂજ્ય મનોજદાસજી, શ્રીઁ જયંતિભાઈ શેરસિયા અને અનુપમ મિશનના સંતો તથા હરિભક્તો એકત્ર થઈ ગુજરાતમાં થયેલ વિમાન દુર્ઘટનામાં દિવંગત આત્માઓને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા.તેઓએ ભગવાન શ્રી સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના કરી કે દિવંગત સર્વ આત્માઓને શાશ્વત શાંતિ મળે અને શોકગ્રસ્ત પરિવારજનોને ભગવાન સ્વામિનારાયણ દુઃખ સહન કરવાની શક્તિ અર્પે.

અનુપમ મિશન- મોરબી કેન્દ્ર દ્વારા વિમાન દુર્ઘટનાના દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ

આ સત્સંગ સભા પહેલાં માનનીય પૂર્વ સાંસદશ્રી મોહનભાઈ કુંડારીયા સંતભગવંત સાહેબજી મહારાજના દર્શને પધાર્યા હતા. તેઓશ્રીએ પણ સૌ સંતો અને હરિભક્તો સાથે દિવંગત આત્માઓની સદ્ગતિ, શાંતિ માટે પ્રાર્થના કરી શોકગ્રસ્ત પરિવારો પ્રતિ સંવેદના વ્યક્ત કરી પ્રાર્થના કરી હતી.

અનુપમ મિશન- મોરબી કેન્દ્ર દ્વારા વિમાન દુર્ઘટનાના દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ

આ પ્રસંગે UPSCના પૂર્વ અધ્યક્ષ સદગુરુ  સંત પૂજ્ય મનોજદાસજી, સદગુરુ સંત પૂજ્ય અશ્વિનદાદા અને સંત ભગવંત સાહેબજી મહારાજે આધ્યાત્મિક માર્ગદર્શન આપી સમજાવ્યું કે આજના દોડધામ ભરેલ જીવનમાં પરિવારમાં સંવાદિતા અને જીવનમાં પરમ શાંતિ કઈ રીતે મેળવી શકાય. અને મુશ્કેલ સમયને ઈશ્વરની શ્રદ્ધા અને કરુણાથી કેવું જીવી શકાય.