Saturday - Jul 04, 2026

ક્રિટિકલ કેર ક્ષેત્રે નામાંકિત આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા ના નામે વધુ એક મોટી સફળતા

ક્રિટિકલ કેર ક્ષેત્રે નામાંકિત આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા ના નામે વધુ એક મોટી સફળતા

મોરબી: મોરબી ની આયુષ હોસ્પિટલમાં 9 ડિસેમ્બર 2025ના રોજ 85 વર્ષના વૃદ્ધ દર્દી ને ચાલુ તાણ આંચકી સાથે આયુષ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં લાવ્યા હતા, ત્યાં ડો.સત્યજીતસિંહ જાડેજા સાહેબ દ્વારા ઊંડાણમાં તપાસ કરતા જણાવ્યું કે દર્દી ને પેરાલિસિસ નો હુમલો આવેલો છે, સાથે ખોપડી ના હાડકામાં ફેક્ચર અને મણકામાં ફેક્ચર હતું, ને એસ્પિરેસન ન્યૂમોનિયા થયું હતું,

અને કિડની માં ડેમેજ થયું હતું, ઓક્સિજન લેવલ તેમજ GCS ખૂબ ઓછું જણાતા તત્કાલીક ડો.સત્યજીતસિંહ જાડેજા દ્વારા તેમને વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યા તેમજ બીપી ખૂબ ઓછુ હોવાથી બીપી વધારવાના ઇન્જેક્શન નો ખૂબ જ વધારે ડોઝ આપવો પડ્યો હતો, આમ દર્દી ની 85 વર્ષની ઉમર હોય અને એક સાથે આટલી બધી તકલીફો લાગુ પડેલી હોય અને દર્દી વેન્ટિલેટર પર હોય છતાં ડો.સત્યજીતસિંહ જાડેજા સાહેબ અને આયુષ હોસ્પિટલની સારવાર ખૂબ જ સફળતા પૂર્વક થતા માત્ર એક અઠવાડિયામાં દર્દી ની રજા આપીદેવા માં આવી હતી,

આ અંગે દર્દી તેમજ દર્દી ના સગા દ્વારા ડોક્ટર સાહેબ અને આયુષ હોસ્પિટલ નો ખૂબ આભાર માનવામાં આવ્યો હતો.

ક્રિટિકલ કેર ક્ષેત્રે નામાંકિત આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા ના નામે વધુ એક મોટી સફળતા