Saturday - Jul 04, 2026

મોરબીમાં ખોવાયેલા 42 મોબાઈલ, રોકડ મળી રૂ.12 લાખનો મુદ્દામાલ મૂળ માલિકને અર્પણ

મોરબીમાં ખોવાયેલા 42 મોબાઈલ, રોકડ મળી રૂ.12 લાખનો મુદ્દામાલ મૂળ માલિકને અર્પણ

મોરબી : મોરબી સિટી એ-ડિવિઝન પોલીસે "તેરા તુજકો અર્પણ" કાર્યક્રમ હેઠળ ખોવાયેલ વસ્તુઓ તેમના મૂળ માલિકને પરત અપાવી છે. પોલીસે "CEIR" પોર્ટલનો ઉપયોગ કરીને રૂ. 8,09,398ની કિંમતના કુલ 42 ખોવાયેલા મોબાઈલ ફોન શોધી કાઢ્યા છે. આ ઉપરાંત, અરજદારોની ખોવાયેલી રોકડ રકમ રૂ. 2,83,000 અને 1,15,000ના કિંમતના ત્રણ બિનવારસી મોટરસાઇકલ પણ શોધીને મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા હતા. કુલ મળીને, પોલીસે રૂ. 12,07,398 ની કિંમતનો મુદ્દામાલ તેના માલિકોને પરત કર્યો હતો. આ કામગીરી દ્વારા મોરબી સિટી એ-ડિવિઝન પોલીસે 'સુરક્ષા સાથે સેવા'નું ઉત્તરદાયિત્વ નિભાવીને "પોલીસ પ્રજાની મિત્ર છે" સૂત્રને સાર્થક કર્યું છે. તેમ યાદીમાં જણાવાયું છે.