Thursday - Oct 08, 2026

હળવદમાં પોલીસને જોઈ જતા કાર રેઢી મૂકી અજાણ્યો શખ્સ ફરાર

હળવદમાં પોલીસને જોઈ જતા કાર રેઢી મૂકી અજાણ્યો શખ્સ ફરાર

હળવદ શહેરના મોરબી દરવાજે પટેલ સમાજની વાડી પાસે શંકાસ્પદ કાર જોવા મળતા પોલીસ કાર ચેક કરવા જતા જીજે - 36 - એસી - 6175 નંબરની કારનો ચાલક નાસી ગયો હતો. બાદમાં રેઢી પડેલી કાર ચેક કરતા કારમાંથી વિદેશી દારૂની 40 બોટલ કિંમત રૂપિયા 25,640 મળી આવતા પોલીસે 3 લાખની કાર સહિત 3,25,640નો મુદ્દામાલ કબ્જે કરી કાર નંબરના આધારે અજાણ્યા શખ્સ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કર્યો હતો.