Saturday - Aug 08, 2026

મોરબીમાં બાઈક સ્લીપ થવાની અણધારી અકસ્માતની ઘટનામાં વૃદ્ધે જીવ ગુમાવ્યો

મોરબીમાં બાઈક સ્લીપ થવાની અણધારી અકસ્માતની ઘટનામાં વૃદ્ધે જીવ ગુમાવ્યો

મોરબી : મોરબી તાલુકાના પંચાસર ગામે રહેતા વાલજીભાઈ લવજીભાઈ રૂપાલા ઉ.વ.60 ગઈકાલે પંચાસર શિવનગરથી મોરબી તરફ આવતા હતા ત્યારે પંચાસર રોડ પર મામદેવના મંદિર પાસે કોઈ કારણોસર બાઈક સ્લીપ થઈ જતા ગંભીર ઇજાઓ થતા વળજીભાઈનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મૃતકના પરિવારજન જીતેન્દ્રભાઈ ધરમશીભાઈ રૂપાલા રહે.ઉમા રેસિડેન્સી, પંચાસર રોડ, મોરબી વાળાઓની ફરિયાદના આધારે મોરબી એ ડિવિઝન પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.