Friday - Oct 09, 2026

મોરબીમાં અધૂરા માસે જન્મેલા બાળકનું મોત

મોરબીમાં અધૂરા માસે જન્મેલા બાળકનું મોત

મોરબી : મોરબીના જાંબુડિયા ગામની સીમમાં આવેલ ઇટાકા સિરામિક ફેકટરીના લેબર કવાટર્સમાં રહેતા મૂળ પોરબંદરના વતની મહેકબેન રાજુભાઇ મલેક નામના મહિલાને ગર્ભાવસ્થા દરમિયાન દુખાવો ઉપડતા અધૂરા મહિને ખાનગી હોસ્પિટલમાં પ્રસુતિ થયા બાદ પુત્રનો જન્મ થયો હતો.પણ અધૂરા મહિને જન્મેલા બાળકની તબિયત સારી ન હોય ખાનગી હોસ્પિટલમાંથી મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવારમાં લઈ જતા સારવાર દરમિયાન બાળકનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.