Friday - Jul 03, 2026

વાંકાનેરના અમરસરના શીત કેન્દ્રની લેબોરેટરીમાંથી રૂ.1.45 લાખના માલસામાનનો કર્મચારીએ નાશ કર્યો

વાંકાનેરના અમરસરના શીત કેન્દ્રની લેબોરેટરીમાંથી રૂ.1.45 લાખના માલસામાનનો કર્મચારીએ નાશ કર્યો

મોરબી : વાંકાનેરના અમરસર નજીક લેબોરેટરીના કર્મચારીએ કોઈ કારણોસર લેબોરેટરીનો રૂ.1.45 લાખનો સામાન ફેંકી દઇ તેનો નાશ કરી નાખ્યાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં અશ્વિનભાઇ છગનભાઇ રૈયાણી ઉ.વ.૪૮ રહે.રાજકોટ, મવડી ગામ, શ્યામ વાટીકાવાળાએ આરોપી અલ્પેશભાઇ રતીલાલ જોલપરા રહે.ગાયત્રી મંદીર પાસે,વાંકાનેરવાળા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે આરોપી વાંકાનેર-સીંધારદર રોડ પર અમરસર ગામની સીમમા આવેલ શીત કેન્દ્રની લેબોરેટરીમાં રોજમદાર કર્મચારી તરીકે કામ કરે છે. તેઓએ તા.16ના લેબોરેટરીમા રાખેલ કોમ્પ્યુટર સીસ્ટમ જેમા CPU તથા મોનીટર વિગેરે મળી કિ.રૂ.૮૭,૦૦૦, વજન કાંટાનુ મોડ્યુઅલ કિ.રૂ.૩૦,૦૦૦, C.C.T.V કેમેરા નંગ-૦૪ કિ.રૂ.૧૪,૦૦૦, UPS નંગ-૦૨ કિ.રૂ.૧૩૦૦૦ નેટ માટેનુ N.V.R નેટવર્ક સ્વીચ કિ.રૂ.૧૦૦૦/- મળી કિ.રૂ.૧,૪૫,૦૦૦/- નો માલસામાન લઇ જઇ શીતકેન્દ્રમા આવેલ સ્લજ ટેંકમા ફેકી દઇ નુકશાન કર્યું હતું. આ ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.