Sunday - Jun 28, 2026

મનપાના કાલે સ્વચ્છતા અભિયાન અંતર્ગત શ્રમદાન ફોર મોરબીમાં જોડાવા અપીલ

મનપાના કાલે સ્વચ્છતા અભિયાન અંતર્ગત શ્રમદાન ફોર મોરબીમાં જોડાવા અપીલ

સ્વચ્છતા અભિયાન અંતર્ગત ક્લસ્ટર 3 કચેરીમાં ચેકિંગ, સફાઈ કર્મીઓની હાજરીની ચકાસણી તેમજ મુખ્ય માર્ગો સ્વચ્છ કરાયા

મોરબી : મોરબી મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા શહેરમાં સ્વચ્છતા જાળવવા માટે સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે અને આગામી દિવસોમાં શ્રમદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તા. ૧૦/૧૧/૨૦૨૫ ના રોજ ક્લસ્ટર-૩ ની વિઝીટ કરવામાં આવી હતી. જેમાં સફાઈ કર્મચારીઓની હાજરી ચકાસવામાં આવી હતી અને માળીયા ફાટક, ઇન્દિરા નગર, ગોપાલ સોસાયટી, ત્રાજપર ચોકડી, મહારાણા પ્રતાપ સર્કલ, અને ટીંબડી પાટિયા પાસેના GVP પોઈન્ટ ની મુલાકાત લેવામાં આવી હતી. આ ઉપરાંત, ડોર-ટુ-ડોર કચરા કલેક્શનની કામગીરીનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

મનપાના કાલે સ્વચ્છતા અભિયાન અંતર્ગત શ્રમદાન ફોર મોરબીમાં જોડાવા અપીલ

સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા દર મંગળવારે યોજાતી અઠવાડિક ખાસ સફાઈ ઝુંબેશના ભાગરૂપે, શહેરી વિસ્તારોમાં મુખ્ય માર્ગો જેમાં વાવડી ગામથી વાવડી ચોકડી, માણીમંદિર, સર્કિટ હાઉસથી માળીયા ફાટક, નજરબાગ ફાટકથી ભડિયાદ મેઈન રોડ, કલેકટર ઓફિસથી સૌ ઓરડી મેઈન રોડ, રવાપર ચોકડીથી ક્રિષ્ના સ્કૂલ સુધી, ભક્તિનગર સર્કલ તેમજ શનાળા રોડ, હાઉસિંગ બોર્ડ પાસેથી ઉમિયા સર્કલ સુધી સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત, આલાપ પાર્ક, ગાંધી સોસાયટી, અને ઇન્દિરા નગર પાસેના નાળાની સફાઈ કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી.

મનપાના કાલે સ્વચ્છતા અભિયાન અંતર્ગત શ્રમદાન ફોર મોરબીમાં જોડાવા અપીલ

મોરબી મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા જાગૃતિના ભાગરૂપે "શ્રમદાન ફોર મોરબી" અભિયાન અંતર્ગત તા. ૧૩/૧૧/૨૦૨૫ ના રોજ સવારે ૦૮:૦૦ કલાકે ત્રાજપર ચોકડીથી મહારાણા પ્રતાપ સર્કલ સુધી સ્વચ્છતા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. આ શ્રમદાનમાં ટીચર એસોસિએશન જોડાશે. મહાનગરપાલિકા દ્વારા તમામ વિવિધ NGOs, સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ તથા શહેરના જાગૃત નાગરિકો ને આ સ્વચ્છતા અભિયાનમાં જોડાવા માટે અપીલ કરવામાં આવી છે.