Saturday - May 02, 2026

મોરબીમાં આપની સભા દરમિયાન બબાલ કરનાર કાર્યકર્તાને પક્ષમાંથી સસ્પેન્ડ કરાયા

મોરબીમાં આપની સભા દરમિયાન બબાલ કરનાર કાર્યકર્તાને પક્ષમાંથી સસ્પેન્ડ કરાયા

મોરબી : મોરબીમાં તાજેતરમાં યોજાયેલી ગોપાલ ઇટાલિયાની સભામાં રાજીનામુ આપવા આવેલ હિતુભાને સ્ટેજ સુધી જવા દેવામાં ન આવતા હંગામો થયો હતો. મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ મહાદેવભાઈ પટેલ અને મહામંત્રી પંકજભાઈ આદ્રોજા દ્વારા પક્ષ વિરોધી પ્રવૃત્તિ ગણાવી તેઓને સસ્પેન્ડ કર્યા છે.

જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા જણાવાયુ છે કે મોરબી જીલ્લા ટીમના કાર્યકર્તા હિતુભા રાઠોડ અવારનવાર પક્ષ વિરોધી પ્રવૃતિઓ કરતાં હોય તેમજ જીલ્લાના હોદ્દેદારો સાથે આંતરિક વિખવાદ કરી પોતાનું અલગ સંગઠન કરતાં હોય તેવું જણાય આવેલ છે. થોડા દિવસ પહેલા જીલ્લા કાર્યાલય પર હોદ્દેદારોની યોજાયેલ મિટિંગની અંદર કાવતરા રૂપે તેમના મિત્રેને દારૂ પીવડાવવી લાવેલ હોય તથા તેમણે જીલ્લાના પ્રમુખ તથા જીલ્લાના અન્ય હોદ્દેદારો સાથે માથાકૂટ કરી અભદ્ર અને અશિષ્ટ ભાષાનો ઉપયોગ કર્યો હતો.

અવારનવાર જીલ્લા સંગઠનના નિયમોથી વિરૂદ્ધમાં કાર્ય કરતાં હોય સાથે સાથે તેમણે આપેલી કોઈપણ જાતની જવાબદારી માંથી યોગ્ય કામ કરેલ નથી તેમજ સોશિયલ મીડિયામાં અવાર નવાર પક્ષવિરોધી વાતો કરી લોકોને ગેરમાર્ગે દોરવાના પ્રયાસો કરેલ હોય તેવી ફરિયાદો પણ જીલ્લા કાર્યાલયે અવાર નવાર મળેલ છે. અનેક વખત તેમણે બેસાડી સમજાવેલ તેમજ ચેતવણી આપેલ તેમ છતાં તાજેતર માં જ મોરબી શહેર ભાજપ પ્રમુખની ઓફિસ પર પહોંચી અંગત મિટિંગ કરી આવનારી સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં આમ આદમી પાર્ટીને કેવી રીતે નુકશાન પહોંચાડી શકાય તેવી પ્રવૃતિ કરેલ છે. જેથી પૂરા સંગઠનને આ વ્યક્તિના કારણે બદનામી તથા નુકશાની થવાની આશંકા છે. તેમને ત્વરિત ધોરણે પાર્ટી માથી સસ્પેન્ડ કરવામાં આવેલ છે. તેમ અંતમાં જણાવાયુ છે.