મોરબી:- આપણે સૌ જાણીએ છીએ કે મિશન નવ ભારત સંગઠનએ રાષ્ટ્ર દેવો ભવ બાળદેવો ભવના હિતને લઈને કાર્ય કરે છે.
આજે તે કાર્યના ભાગરૂપે મિશન નવભારત સૌરાષ્ટ્ર પ્રાંતના અધ્યક્ષ અમૂલ જોશીએ મોરબી તાલુકાની બંધુનગર પ્રાથમિક શાળાના તમામ બાળકોને ચેવડાનો અલ્પાર કરાવ્યો હતો. મિશન નવભારત સંગઠનએ આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરેલ આહવાન મુજબ રાષ્ટ્રહિત સમાજ સેવાને પ્રવૃત્તિઓ સાથે સતત સંકળાયેલ છે. તે મુજબના કાર્યો કરે છે, ત્યારે આ પવિત્ર શ્રાવણ માસમાં પણ લોકો વિવિધ સેવાકીય કાર્યો કરતા હોય છે. અને માનવતાની સેવાકીય જ્યોત જગાવતા રહેતા હોય છે. અને આજ હેતુ સાથે નવભારત સંગઠન કાર્ય કરતું રહેલું છે. અને આગળ પણ કાર્ય કરતું રહેશે. એવું અમૂલ જોશીએ જણાવ્યું હતું.