મોરબી : મોરબી જિલ્લાની ગ્રામ પંચાયતોમાં કોમ્યુટર ઓપરેટર તરીકે વર્ષોથી કામ કરતા વીસીઇઓ આજથી હડતાળ ઉપર ઉતરી ગયા છે. ખાસ કરીને ઈ-ગ્રામ સોસાયટી કમીશનમાં શોષણ કરતી હોવાના આક્ષેપ સાથે આ સોસાયટીના શોષણ સામે અવાજ ઉઠાવવા મોરબી જિલ્લાના તમામ વીસીઇઓ આજથી હડતાળ ઉપર ઉતરી જતા ગ્રામ પંચાયતોની અનેક કામગીરી ઠપ્પ થઈ ગઈ છે.
વીસીઇ કર્મચારીઓએ જણાવ્યું હતું કે, ઈ-ગ્રામ સોસાયટી કમિશન સમયસર આપતી નથી. VCEઓને તાલુકા/જિલ્લા/ગ્રામ પંચાયત કક્ષાએ હેરાનગતિ થતી હોય સોસાયટી કોઈ કાર્યવાહી કરતી નથી. પગારની માંગણી પરત્વે સરકાર સમક્ષ યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નથી. છુટા કરેલા VCEને પરત લેવામાં આવે જેવા મુદ્દાનું નિરાકરણ સોસાયટી લાવતી નથી તેથી ઈ-ગ્રામ સોસાયટીના શોષણ સામે વિરોધ નોંધાવવા મોરબી જિલ્લાના તમામ VCE આજે 1 ઓગસ્ટ ને શુક્રવારના રોજ એક દિવસ તમામ કામગીરી બંધ રાખીને વિરોધ નોંધાવી રહ્યા છે.