તા ૧૨/૦૩/૨૦૨૫ ના રોજ વાંકાનેર તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દલડીના તાબા હેઠળના આયુષ્માન આરોગ્ય મંદિર કાછીયાગાળા (પેટા આરોગ્ય કેન્દ્ર) ખાતે નેશનલ લેવલથી આરોગ્યની તમામ સેવાઓનું મોનીટરીંગ અને ચેકીંગ માટે (National Quality Assurance Standards) ટીમ આવી હતી.
જિલ્લા QAMO શ્રી હાર્દિક રંગપરિયા સર અને તેમની મેન્ટરિંગ ટીમ ,પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દલડી મેડિકલ ઓફિસર ડૉ.શાહીના અન્સારી અને આયુષ મેડિકલ ઓફિસર ડૉ મનસુખ બોચિયા માર્ગદર્શન હેઠળ આયુષ્માન આરોગ્ય મંદિર કાછીયાગાળાના કૉમ્યુનિટી હેલ્થ ઓફિસર શ્રી રાજ મકવાણા , ફીમેલ હેલ્થ વર્કર વંદના સોલંકી , મેલ હેલ્થ વર્કર પ્રતિપાલસિંહ પરમાર દ્વારા આવેલ ટીમ ને સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી હતી.આ નેશનલ ટીમ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં છેવાડાના લોકો સુધી સરકારના ધારાધોરણ મુજબ મળતી તમામ પ્રકારની આરોગ્યની સેવાઓનું મુલ્યાંકન કરવામાં આવ્યું હતું.