Thursday - Jun 25, 2026

મોરબીના વજેપર વિસ્તારમાં મંજુર થયેલી આગણવાડી હજુ સુધી સાકાર ન થઈ

મોરબીના વજેપર વિસ્તારમાં મંજુર થયેલી આગણવાડી હજુ સુધી સાકાર ન થઈ

 મોરબીના વજેપર વિસ્તારમાં આવેલ સાર્વજનીક પ્લોટમાં આંગણવાડી મજુર થઈ ગઈ હોવા છતાં હજુ બની નથી. આ વજેપર વિસ્તારમાં દબાણ કરી ગંદકી ફેલાવતાં રોગચાળો વકરવાની ભીતિ વ્યક્ત કરીને સામાજિક કાર્યકરોએ કલેક્ટર અને ચીફ ઓફિસરને યોગ્ય પગલાં ભરવાની રજુઆત કરી છે.

મોરબીના સામાજિક કાર્યકરો રાજુભાઇ દવે, જગદીશભાઈ બાંભણીયા, દેવેશભાઈ રાણેવાડીયા,  ચિરાગ સેતાએ જિલ્લા કલેક્ટરથી મુખ્યમંત્રીને રજુઆત કરતા જણાવ્યું હતું કે, શહેરના વજેપર શેરી નંબર -23માં આવેલ સાર્વજનિક પ્લોટમાં આગાઉ આંગણવાડી મંજુર થઈ ગઈ છે. પણ હજુ સુધી આ આંગણવાડી બનાવવામાં આવી નથી. આ વિસ્તારમાં આંગણવાડી બનાવવા મામલે પાલિકા તંત્ર જરાય ધ્યાન આપતું નથી. આંગણવાડી ન હોવાથી આ વિસ્તારના ભૂલકાઓને બીજા વિસ્તારમાં મુકવા જવા પડે છે. તેમજ સાર્વજનિક પ્લોટમાં એક શખ્સે દબાણ કરી ગંદકી ફેલાવતો હોવાની ફરિયાદ કરી છે. ગંદકીને કારણે આ વિસ્તારમાં કોલેરા સહિત અન્ય ચેપી રોગો થાય છે. ગંદકીને લીધે બાળકો અવારનવાર બીમાર પડે છે. તેથી આ સાર્વજનિક પ્લોટમાં ગંદકી અને દબાણ દૂર કરી ભૂલકાઓ માટે નવી આંગણવાડી બનાવવાની માંગ કરી છે.