Tuesday - May 05, 2026

ફરી પાટીદાર આંદોલન સમિતિમાં પ્રાણ ફૂંકાયો, શિક્ષણની વિવિધ માંગણી માટે પાર્ટ-2ની રચના

ફરી પાટીદાર આંદોલન સમિતિમાં પ્રાણ ફૂંકાયો, શિક્ષણની વિવિધ માંગણી માટે પાર્ટ-2ની રચના

રવિવારે યોજાયેલી બેઠકમાં પ્લેહાઉસથી લઈ પીએચડી સુધીનું સરકારી શિક્ષણનું સમગ્ર માળખું ખાનગી જેવું સુવિધા જનક બનાવવાની સરકાર સમક્ષ માંગ કરાશે

મોરબી : પાટીદાર આંદોલન સમિતિએ જે તે વખતે અનામત આંદોલનથી રાજ્ય સરકારને હચમચાવી નાખી હતી. ત્યારે હવે આ પાટીદાર અનામત આંદોલન સમિતિમાં નવો પ્રાણ ફૂંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ખાસ કરીને શિક્ષણના માળખામાં સુધારો લાવવા માટે સરકાર સામે દરખાસ્ત કરવા પાટીદાર આંદોલન સમિતિની પાર્ટ - 2ની નવી ટીમ જાહેર કરવામાં આવી છે. જેમાં મોરબી નજીક આવેલ લજાઈ-વાંકાનેર રોડ ઉપર જડેશ્વર પાછળ આવેલા આદેશ આશ્રમમાં ગઈકાલે રવિવારના રોજ પાસ સમિતિની બેઠક મળી હતી. જેમાં સલાહકાર સમિતિ અને ગુજરાત પાસ-2 ટિમની રચના કરી પ્લેહાઉસથી લઈ પીએચડી સુધીનું સરકારી શિક્ષણનું સમગ્ર માળખું ખાનગી જેવું સુવિધા જનક બનાવવાની સરકાર સમક્ષ માંગ કરવાનો નિર્ણય લેવાયો છે.

ફરી પાટીદાર આંદોલન સમિતિમાં પ્રાણ ફૂંકાયો, શિક્ષણની વિવિધ માંગણી માટે પાર્ટ-2ની રચના

પાસની બેઠકમાં આગેવાનોએ નવી શૈક્ષણિક પધ્ધતિઓ અમલી બનાવવાની કેટલીક માંગણીઓને સરકાર સમક્ષ રજુ કરશે. આ માટે પાટીદાર આંદોલન સમિતિ પાર્ટ-2ની નવી ટિમ બનાવવામાં આવી છે.  ગુજરાત પાસ-2 ટીમ પ્લેહાઉસથી પી.એચ.ડી. સુધી (ફ્રી)માળખાકીય અને ટેક્નોલોજીકલ સુવિધાની માંગણી કરાશે. સરકારી શાળાઓમાં સુવિધા નથી, પૂરતા શિક્ષક નથી. તેથી જ લોકો પોતાના સંતાનોને ખાનગી સ્કૂલોમાં મૂકે છે. પછી સરકાર એવું કહીને સરકારી શાળાઓ બંધ કરી દયે છે કે પૂરતી સંખ્યા નથી. નવા સ્ટ્રક્ચર બને, સારું મધ્યાન ભોજન, સારું શિક્ષણ મળે, શિક્ષકો વધુ મુકે તેવી માંગ છે. પ્રથમ તમામ જિલ્લાઓમાં આવેદનો આપીશું. જરૂર પડયે રેલીના પણ આયોજનો કરવામાં આવશે.

આ બેઠકમાં સલાહકાર સમિતિ જાહેર કરવામાં આવી હતી. જેમાં ધીરૂભાઇ વિરાણી, નરેન્દ્રભાઈ પટેલ (મહેસાણા), લાલભાઈ પટેલ ( ચાણસમાં), જયંતીભાઈ પટેલ (તેનપૂર), અરવિંદભાઈ પટેલ (આણંદ), મનોજભાઈ પનારા(મોરબી)ના નામ સમાવામાં આવ્યું છે. જ્યારે ગુજરાત પાસ-2 ટિમમાં ભાવિનભાઈ (અમદાવાદ), મયુરભાઈ( સુરત), દર્પણભાઈ (ભાવનગર), સતિષભાઈ (મહેસાણા), રાહુલભાઈ (અમદાવાદ), ઉત્પલભાઈ (ગાંધીનગર), મહિપતભાઈ (બોટાદ), પાર્થભાઇ (જામનગર), તુલસી, (જામજોધપુર), અનિલભાઈ (પ્રાંતિજ), નિલેશભાઈ એરવાડિયા (મોરબી), અરવિંદભાઈ ( ઊંઝા), સંજયભાઈ (ભુજ)નું નામ જાહેર કરવામાં આવ્યું છે.

ફરી પાટીદાર આંદોલન સમિતિમાં પ્રાણ ફૂંકાયો, શિક્ષણની વિવિધ માંગણી માટે પાર્ટ-2ની રચના