Friday - May 01, 2026

શહીદ જવાનનો પાર્થિવ દેહ વતન મોરબી પહોંચ્યા બાદ રાષ્ટ્રભક્તિ સાથે અંતિમયાત્રા નીકળી

શહીદ જવાનનો પાર્થિવ દેહ વતન મોરબી પહોંચ્યા બાદ રાષ્ટ્રભક્તિ સાથે અંતિમયાત્રા નીકળી

શહીદ જવાનને શ્રદ્ધાંજલિ આપવા માનવ મેદની ઉમટી

મોરબી : મોરબીના જવાન ગણેશભાઈ મનસુખભાઈ પરમાર સિકંદરાબાદમાં ફરજ બજાવતી વખતે શહીદ થયા હતા. દરમિયાન આજે ગુરૂવારે વહેલી સવારે તેમનો પાર્થિવ દેહ મોરબી આવી પહોંચ્યો હતો. બાદ શહીદ જવાનની રાષ્ટ્રીય માન સન્માન સાથે સ્મશાન યાત્રા નીકળી હતી. જેમાં શહીદ જવાનને શ્રદ્ધાંજલિ આપવા સ્વંયબહુ જનમેદની ઉમટી પડી હતી.

શહીદ જવાનની અંતિમયાત્રા મયુર પુલ, શક્તિ ચોક,નહેરુ ગેટ,સિવિલ હોસ્પિટલ, સરદાર બાગ, ઉમિયા સર્કલ, ભક્તિ નગર સર્કલ, શનાળા રાજપર ચોકડી, ઘુનડા રોડ સભારાની વાડી ચિરાગ પાનની પાછળ, શનાળા રાજપર ચોકડી, ભક્તિ નગર સર્કલ, દલવાડી સર્કલ, પંચાસર ચોકડી અને ત્યાંથી સોનાપુરી સ્મશાને યાત્રા પૂર્ણ થઈ હતી. આ યાત્રામાં મોટી સંખ્યામાં લોકોએ જોડાઇ વીર શહીદ જવાનને શ્રદ્ધાંજલિ અર્પી હતી. આ તકે સેવાભાવી અજયભાઇ લોરિયા દ્વારા શહીદ પરિવારને રૂ. 1 લાખ રૂપિયાની સહાય જાહેર કરવામાં આવી છે. નવરાત્રી કે સેવા સંપત્તિ ફાઉન્ડેશનમાંથી નહિ પરંતુ પોતાની વ્યક્તિગત રીતે આ સહાય કરશે તેવું તેઓએ જાહેર કર્યું છે.