લુણસરિયા ગામનો યુવાન ધંધામાં ખોટ જતા વ્યાજના ચક્રમાં ફસાયો
વાંકાનેર : વાંકાનેર તાલુકાના લુણસરિયા ગામે રહેતા યુવાનને ધંધામાં ખોટ જતા કટકે કટકે મોરબીના બે શખ્સ પાસેથી 11 લાખ 10 ટકા વ્યાજે લઈ બાદમાં 12.70 લાખ રૂપિયા ચૂકવી દેવા છતાં આરોપીઓએ વધુ નાણાં માંગી થાર ગાડીની આરસી બુક પડાવી લેતા બન્ને વિરુદ્ધ વ્યાજખોરી મામલે ફરિયાદ નોંધાઇ છે.
વાંકાનેર તાલુકાના લુણસરિયા ગામે રહેતા દિવ્યરાજસિંહ જ્યેન્દ્રસિંહ ઝાલા ઉ.25 નામના યુવાને આરોપી મહેશ્વરી મકવાણા અને આકાશ ગલ્લાભાઈ પરમાર રહે.બન્ને મોરબી વાળાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તેમને ધંધામાં નુકશાન જતા તા.2 ફેબ્રુઆરીથી 12 નવેમ્બરના સમયગાળા આરોપીઓ પાસેથી અનુક્રમે રૂ.6 લાખ અને બાદમાં પાંચ લાખ દસ ટકા ઉંચા વ્યાજે નાણાં લઈ બાદમાં 12.70 લાખ ચૂકવી દેવા છતાં આરોપીઓ અવાર નવાર વ્યાજની ઉઘરાણી કરી થાર ગાડીનું નોટરી લખાણ કરાવી લઈ આરસી બુક પડાવી લીધી હતી.વ્યાજખોરીના આ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.