મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના અદેપર - ગુંદાખડા પરસ્પર આવેલા હોવાથી બન્ને ગામની વર્ષોથી જોઈન્ટ એટલે એક જ અદેપર - ગુંદાખડા ગ્રામ પંચાયત હોય આ બન્ને સંયુક્ત ગામોનો મુખ્ય સુવિધાના અભાવે વિકાસ રૂંધાયો છે. જેમાં પીવાના પાણીની અને સિંચાઇની ગંભીર સમસ્યા આ બને ગામોને ઘેરી વળી હોય ગામલોકો 15 દિવસે પાણી નસીબ થાય છે. તેમાંય સિંચાઇની સુવિધા ન હોવાથી આ બન્ને ગામની ખેતી વરસાદ આધારિત હોય યોગ્ય વરસાદ પડે તો ખેડૂતોનો રાજીપો અને ન પડે તો નિરાશા છવાઈ જાય છે.
વાંકાનેર તાલુકાના એક ગ્રામ પંચાયત ધરાવતા હોય વહીવટ એક સરખો પણ સુવિધા માટે અલગ રહેલા અદેપર - ગુંદાખડા ગામના સરપંચ મંજુબેન બાલુભાઈ હડાણીએ કહ્યું હતું કે, આ બન્ને ગામની 1700ની વસ્તી વ્યવસાય ખેતી હોવા છતાં સિંચાઇની અને પાણીની વર્ષોથી કોઈ જાતની સગવડતા જ નથી.આથી અદેપર ગામનું જનજીવન બોરના પાણી ઉપર નભે છે. 10 વર્ષથી મીઠા પાણીનું કનેક્શન જ નથી. ગુદાખડા ગામમાં પાણીના કોઈ નેઠા જ નથી પોતાની મન મરજી પુરતું જે તે તંત્ર ક્યારેક પાણી આપે ક્યારેક પાણી આવતું નથી. એટલે આ ગામમાં 15 દિવસે એકવાર પાણી આવે છે. આ પાણી અપૂરતું હોય ટુટો રહેવાથી બોરના પાણીનો ઉપયોગ કરવો પડે છે.આ ગામમાં આરોગ્ય કેન્દ્ર નથી.આ મામલે ઘણા સમયથી રજુઆત છતાં હજુ કોઈ કાર્યવાહી થઈ નથી.જ્યારે બેઉ ગામમા સુવિધાની વાત કરી તો અંદરના રોડ રસ્તા ટકાટક અને ભૂગર્ભ ગટર પણ એકદમ બરોબર, લાઈટ હોય પણ સ્વચ્છતા માટે વાહનની સગવડ ન હોવાથી કચરાનો જાતે જ નિકાલ કરવો પડે છે.જ્યારે આ બે ગામોને જોડતા માર્ગો નાળયેરી દાડી વડલા અંતરિયાળ અને કાચા હોય લોકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલી પડતી હોય આ માર્ગને પાકા બનાવવા માંગ ખાસ છે પીવાના પાણી માટે ધારાસભ્ય થી લઇ ગાંધીનગર સુધી રજુઆત કરી છે.