Monday - May 11, 2026

મોરબી જિલ્લામાં અભયમ ટિમ એક વર્ષમાં 27884 મહિલાઓની મદદે પહોંચી

મોરબી જિલ્લામાં અભયમ ટિમ એક વર્ષમાં 27884 મહિલાઓની મદદે પહોંચી

મોરબી : ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગૃહ વિભાગ, રાજ્ય મહિલા આયોગ અને GVK EMRI દ્વારા સંકલિત રીતે ૮ માર્ચ ૨૦૧૫ ને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના રોજ રાજ્યવ્યાપી “૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન” શરુ કરવામાં આવી હતી. હાલ ૧૮૧ મહિલા હેલ્પલાઇન હેઠળ ગુજરાત રાજ્યમાં કુલ ૫૯ રેસ્ક્યુવાનનો કાફલો ૨૪x૭ મહિલાઓની સલામતી અને સુરક્ષાની કામગીરીમાં કાર્યાન્વિત છે

આ 10 વર્ષનાં સમય ગાળામાં ગુજરાત રાજ્યમાંથી 1616844 થી વધારે કિસ્સાઓમાં મહિલાઓને જરૂરિયાત મુજબ સલાહ, બચાવ, માર્ગદર્શન પુરું પાડવામાં આવ્યું છે. અને ૧૮૧એ અનેક માહિલાઓના જીવનમાં નવી આશા જગાડી છે. તેમજ તાકીદની પરીસ્થિતિમાં ઘટના સ્થળ ઉપર અભયમ રેસક્યુવાન સાથે કાઉન્સિલર જઇ ને 324401 જેટલા કિસ્સાઓમાં મહિલાને મદદ પુરી પાડેલ છે.
મોરબી જિલ્લામાં એક ૧૮૧ રેસ્ક્યુ વાન ટીમ કાર્યરત છે. 10 વર્ષની સફળ કામગીરી દરમ્યાન ૧૮૧ ‘અભયમ’ મહિલા હેલ્પ લાઈન દ્વારા મોરબી જિલ્લામાં કુલ 27884 જેટલા કિસ્સાઓમાં મહિલાઓને જરૂરિયાત મુજબ સલાહ- સુચન, માર્ગદર્શન અને બચાવની મદદ પુરી પાડેલ છે. અને ૧૮૧ ‘અભયમ’ એ અનેક માહિલાઓના જીવનમાં નવી આશા જગાડી છે. તેમજ તાકીદની પરીસ્થિતિમાં ૧૮૧ અભયમ રેસક્યુવાન સાથે કાઉન્સિલર સહિતની ટિમ ઘટના સ્થળ ઉપર જઇ ને 6193 જેટલી મહિલાઓને મદદ પુરી પાડેલ છે.
વર્ષ ૨૦૨૪માં ૧૮૧ ‘અભયમ’ મહિલા હેલ્પ લાઈન દ્વારા મોરબી જિલ્લામાં કુલ 786 જેટલા કિસ્સાઓમાં મહિલાઓ ને તાકીદની પરીસ્થિતિમાં ઘટના સ્થળ ઉપર ૧૮૧ અભયમ રેસક્યુવાન સાથે કાઉન્સિલર સહિતની ટીમ જઇ ને મદદ પુરી પાડેલ છે જેમાંથી કુશળ કાઉન્સિલિંગ દ્વારા 469 જેટલા કિસ્સાઓમાં સ્થળ પર જ સમાધાનકારી નિરાકરણ લાવવામાં સફળતા મળેલ તેમજ 220 થી વધુ કિસ્સાઓમાં ગંભીર પ્રકારની સમસ્યા જણાતા પીડિતાને આગળની કાર્યવાહી માટે પોલીસ સ્ટેશન,મહિલા સહાયતા કેન્દ્ર,જિલ્લા કાનૂની સેવા સતા મંડળ,ઓ.એસ.સી. વગેરે સંસ્થાઓ સુધી લઇ જઈને ન્યાય અપાવવાના પ્રયત્નો કરવામાં આવેલ તેમજ અન્ય ઘણા કિસ્સાઓમાં પીડિતા ઘર વિહોણા કે અજાણ્યા મળી આવેલ હોય તેવી પીડિતાઓને આશ્રયગૃહમાં આશરો અપાવેલ તેમજ ઘણા કિસ્સાઓમાં કોઈ કારણોસર ઘરેથી નીકળી ગયેલ હોય , ભૂલા પડેલા કે વૃદ્ધ અવસ્થાના કારણે ઘરેથી નીકળી ભૂલા પડેલ હોય તેવા કિસ્સાઓમાં ૧૮૧ ટીમના કુશળ કાઉન્સિલિંગ અને સુજ્બુજ થી તેઓના પરિવાર સુધી પહોંચાડવાની ઉમદા કામગીરી કરવામાં આવેલ છે.