Monday - May 11, 2026

હળવદના જુના વેગડવાવ ગામે મકાનમાંથી રૂ. 1.30 લાખના દાગીનાની ચોરી

હળવદના જુના વેગડવાવ ગામે મકાનમાંથી રૂ. 1.30 લાખના દાગીનાની ચોરી

હળવદના જુના વેગડવાવ ગામે રહેતા નરેશભાઈ માંડણભાઈ ગોયલના રહેણાંક મકાનમાં ગત તા.-03/03/2025ના રોજ મકાનના રૂમમાં આવેલ પાછળની બારી તોડી કોઇ અજાણ્યા ઈસમે ઘરમાં પ્રવેશ કરી ફરીયાદીના ઘરના રૂમમાં તીજોરીમાં રાખેલ સોનાના દાગીના વજન આશરે 35 ગ્રામ કિ.રૂ.- 1,05,000 તથા ચાંદીના દાગીના વજન આશરે 500 ગ્રામ કિ.રૂ.- 25,000 મળી કુલ રૂપીયા.- 1,30,000ના મુદામાલની ચોરી કરી ગયા હતા. જે બાદ નરેશભાઈએ હળવદ પોલીસ મથકમાં ચોરી અંગેની ફરિયાદ નોંધાવી હતી, ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.