મોરબી : મોરબી નવાડેલા મિત્રમંડળ દ્વારા હોળી ધુળેટી નિમિતે સતત આ વર્ષે પણ 19મી વખત મોરબીથી માટેલ ધામ ખોડિયાર માતાજીના મંદિર સુધી ભવ્ય રથ સાથેની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આ પદયાત્રાનું તા.13ના રોજ હોળીની રાત્રે મોરબીના દરબાર ગઢ ચોક ખાતે આવેલ ખોડિયાર માતાજીના મંદિરેથી પ્રસ્થાન કરાશે. તેમજ તા.13 3 2025 ગુરૂવાર હોળીના દિવસે રાત્રે ૯:૦૦ દરબારગઢ મંદિર 51 દીવડાની આરતી માટેલધામના મંહત ખોડીદાસ બાપુ કરશે. તેથી લોકોને દશૅન માટે પધારવાની અપીલ કરવામાં આવી છે.