Wednesday - Apr 29, 2026

મોરબીમાં સીએમના આગમન પહેલા આપ અને કોંગ્રેસના નેતાઓ નજરકેદ બાદમાં અટકાયત

મોરબીમાં સીએમના આગમન પહેલા આપ અને કોંગ્રેસના નેતાઓ નજરકેદ બાદમાં અટકાયત

આજે બપોરે વિકાસ કામોના લોકપર્ણ અને ખાતમુહૂર્ત માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ મોરબી આવ્યા હતા. ત્યારે મુખ્યમંત્રી સમક્ષ રૂબરૂ કોંગ્રેસના નેતાઓએ મોરબીના વિવિધ પ્રશ્નોની રજુઆત કરવાની જાહેરાત કરતા પોલીસે સવારે જ નજરકેદ કરી દીધા હતા. બાદમાં આપના નેતાઓ પણ વિવિધ બેનરો સાથે રજુઆત કરવા મેદાને આવ્યા હતા. કોંગ્રેસના નેતાઓને સવારથી તેમના કાર્યાલયમાં નજરકેદ કર્યા હોય ત્યારે રવાપર ચોકડી કેવી રીતે પહોંચ્યા ? પોલીસે જાણે કોઈ જાદુ કર્યો હોય તેમ રવાપર ચોકડીએ કોંગ્રેસ અને આપના નેતાઓ પહોંચીને વિરોધ પ્રદર્શન કર્યું હતું.એ પહેલાં જ હાજર રહેલા પોલીસ કાફલાએ આ તમામ વિરોધ પ્રદર્શન કરતા નેતાઓની અટકાયત કરીને વાનમાં બેસાડીને પોલીસ સ્ટેશને લઈ ગયા હતા. જો કે આ બધું જ નાટકીય ઢબે થયું હતું.

આજે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ બોપર બાદ મોરબીની મુલાકાતે આવ્યા હોય ત્યારે અગાઉથી જ શહેરના કોંગ્રેસ અગ્રણીઓ રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ મોરબીના પ્રાણ પ્રશ્નોની રજુઆત કરવાની જાહેરાત કરી હોવાની અગમચેતીના ભાગરૂપે પોલીસે આ બધા કોંગ્રેસ અગ્રણીઓને નજરકેદ કર્યા છે.જેમાં સૂત્રો તરફથી જાણવા મળતી વિગતો અનુસાર મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ વિજયભાઇ કોટડીયા, કોંગ્રેસ અગ્રણી અમુભાઈ હુંબલ, કોંગ્રેસ પ્રવક્તા દેવેન્દ્રસિંહ જાડેજા, લલીતભાઈ કાસુંન્દ્રા,બળદેવભાઈ ઘુમલીયા, મિલનભાઈ સોરીયા સહિતનાં દસેક જેટલક આગેવાનો નજર કેદ કરાયા છે. આ અગ્રણીઓએ આ પગલાંને હિટલરશાહી ગણાવ્યું છે.

સીએમ ભુપેન્દ્ર પટેલ આજે બપોરે વિકાસ કામોના લોકપર્ણ અને ખાતમુહૂર્ત માટે મોરબી આવ્યા હોય તેથી જુદી જુદી સમસ્યાઓને લઈને મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરે તે પહેલાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિતના કોંગી અગ્રણીઓને કોંગ્રેસ કાર્યાલય ખાતે નજરકેદ કરવામાં આવ્યા છે. ત્યારે આપ પાર્ટી પણ મોરબીના જુદા જુદા પ્રાણ પ્રશ્નોને લઈને પોસ્ટર સાથે મુખ્યમંત્રીનું સ્વાગત કરવાની જાહેરાત કરી છે. જેમાં આપ પાર્ટીએ સમસ્યાઓથી ઘેરાયેલા મોરબીમાં મુખ્યમંત્રીનું સ્વાગત, ઠેરઠેર ગટરો, ઉબડ ખાબડ રોડ રસ્તાની સમસ્યા ઘેરાયેલા મોરબીમાં મુખ્યમંત્રીનું સ્વાગત, નંદીઘરના નામે કરોડોના ભ્રષ્ટાચારવાળા મોરબીમાં મુખ્યમંત્રીનું સ્વાગત, છેલ્લી ટર્મમાં 52 નગરસેવકો હોવા છતાં ઝીરો વિકાસવાળા મોરબીમાં, પાણીના નિકાલ અને વોકળા ઉપર બાંધકામની મજૂરી આપી વરસાદી નિકાલ બંધ થયેલા મોરબીમાં, હપ્તારાજ ખનીજ માફિયાના શહેરમાં મુખ્યમંત્રીનું સ્વાગત હોવાના પોસ્ટર સાથે સ્વાગત કરાશે તેવી જાહેરાત કરી હતી અને મુખ્યમંત્રી આવે તે પહેલાં કોંગ્રેસ અને આપના નેતાઓ બેનેરો લઈને રવાપર ચોકડીએ વિરોધ પ્રદર્શન કરવા પહોંચ્યા ત્યારે હાજર રહેલા પોલીસ કાફલા કોંગ્રેસ અને આપના નેતાઓની અટકાયત કરી હતી.

મોરબીમાં સીએમના આગમન પહેલા આપ અને કોંગ્રેસના નેતાઓ નજરકેદ બાદમાં અટકાયત
મોરબીમાં સીએમના આગમન પહેલા આપ અને કોંગ્રેસના નેતાઓ નજરકેદ બાદમાં અટકાયત