વાંકાનેર : વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામની સીમમાં આવેલ સ્પેકોન ટાઇલ્સ ફેકટરીમાં કામ કરતા અને અહીં જ લેબર કવાટર્સમાં રહેતા મૂળ મધ્યપ્રદેશના વતની રિતેશ પ્રેમનારાયણ વર્મા ઉ.વ. 26 નામના યુવકને ગઈકાલે બપોરના સમયે ફેકટરીમાં કામ કરતી વેળાએ ઇલેક્ટ્રિક શોક લાગતા મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.