Thursday - Apr 16, 2026

ટંકારાના મિતાણા ડેમના કાંઠે મચ્છી નહિ મળે કહી યુવાનને પાઇપ અને હોકી વડે માર માર્યો

ટંકારાના મિતાણા ડેમના કાંઠે મચ્છી નહિ મળે કહી યુવાનને પાઇપ અને હોકી વડે માર માર્યો

ટંકારા : ટંકારા તાલુકાના મિતાણા ગામના ડેમ પાસે રહેતા જયંતીભાઈ ભદાભાઇ સોલંકી નામના યુવકે પોતાના પુત્રને ગઈકાલે બપોરના સમયે ડેમ પાસે મચ્છી લેવા મોકલતા આરોપી હરેશ ગોરસિયા, વિપુલ હરેશ ગોરસિયા અને અન્ય બે શખ્સોએ મચ્છી નહિ મળે તેમ કહેતા ફરિયાદી જયંતીભાઈ આરોપીઓ પાસે જઈ મચ્છી બાબતે પૂછવા જતા ચારેય આરોપીઓએ એક સંપ કરી લોખંડના પાઇપ અને હોકી વડે માર મારી ફ્રેક્ચર સહિતની ઇજાઓ પહોંચાડતા બનાવ અંગે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ બનાવ અંગે ટંકારા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.