Friday - Apr 17, 2026

મોરબીમાં સદસ્યતા અભિયાનને વેગવંતુ બનાવવા માટે યુવા ભાજપની બેઠક મળી

મોરબીમાં સદસ્યતા અભિયાનને વેગવંતુ બનાવવા માટે  યુવા ભાજપની બેઠક મળી

મોરબી : મોરબીના રવાપર-ઘુનડા રોડ પર આવેલા ઉજ્જવલ ફાર્મ ખાતે મોરબી જિલ્લા યુવા ભાજપની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ બેઠકમાં ગુજરાત પ્રદેશ યુવા ભાજપના પ્રમુખ પ્રશાંતભાઈ કોરાટે વિશેષ ઉપસ્થિત રહી સદસ્યતા અભિયાન અને આગામી કાર્યક્રમને લઈને માહિતી આપી હતી. આ ઉપરાંત આ બેઠકમાં આ બેઠક માં પ્રદેશ યુવા મોરચાના મહામંત્રી ડૉ નરેશભાઈ દેસાઈ , જિલ્લા ભાજપ મહામંત્રી કે એસ અમૃતિયા ,જેઠાભાઈ મિયાત્રા , પ્રદેશ યુવા મોરચા મંત્રી નિલેશભાઈ ચુડાસમા , મોરબી જિલ્લા યુવા મોરચાના પ્રભારી હર્ષિત કાવર મોરબી જિલ્લા યુવા ભાજપ પ્રમુખ સાગરભાઈ મહાવીરસિંહ જાડેજા , સુખદેવ દેલવાડીયા, જિલ્લા યુવા મોરચા મહામંત્રી શક્તિસિંહ જાડેજા  , પૂર્વ જિલ્લા યુવા મોરચા પ્રમુખ વિશાલ ઘોડાસરા સહિત તમામ મંડળ પ્રમુખ તેમજ જિલ્લા ના આગેવાન મિત્રો સહિત મોટી સંખ્યા માં કાર્યકર્તા મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

મોરબીમાં સદસ્યતા અભિયાનને વેગવંતુ બનાવવા માટે  યુવા ભાજપની બેઠક મળી
મોરબીમાં સદસ્યતા અભિયાનને વેગવંતુ બનાવવા માટે  યુવા ભાજપની બેઠક મળી