Thursday - Jul 09, 2026

મોરબીના વીસીપરામાં યુવક પર ચાલુ બાઈકે વિના કારણે પંચ વડે હુમલો

મોરબીના વીસીપરામાં યુવક પર ચાલુ બાઈકે વિના કારણે પંચ વડે હુમલો

મોરબી : મોરબી શહેરના મહેન્દ્રપરામાં ઘાંચી શેરીમાં રહેતા અને દુધનો વ્યવસાય કરતા રમેશભાઈ ભોજાભાઈ ટોયટા ઉ.વ.35 ગત તા.7ના રોજ રાત્રીના સમયે વીસીપરા વિસ્તારમાં બાઈક લઈને પસાર થતા હતા ત્યારે આરોપી સુખદેવસિંગ મંગલસિંગ રાજપૂત નામના સરદારજી યુવકે અચાનક જ કોઈ કારણ વગર ચાલુ મોટર સાયકલ પર રમેશભાઈ પર હાથમાં પહેરવાના પંચ વડે હુમલો કરી ગાળો આપી હોવાના બનાવ અંગે બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.