Saturday - May 02, 2026

મોરબીમાં જાતે જ યુવાને ઇન્જેક્શન મારી મોત માંગી લીધું

મોરબીમાં જાતે જ યુવાને ઇન્જેક્શન મારી મોત માંગી લીધું

મોરબી : મોરબી તાલુકાના પીપળીયા - ફગસિયા રોડ પર આવેલ રોલેક્ષો પોલીપેક નામના કારખાનામાં કામ કરતા અને અહીં જ રહેતા બલવિંદર ધીરાસિંગ ઉ.વ.27 નામના યુવકે કોઈ અગમ્ય કારણોસર ગઈકાલે કારખાનામાં આવેલ બાથરૂમમાં જઈ કોઈ પ્રકારનું ઇન્જેક્શન મારી લેતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.