મોરબી : મોરબી નેશનલ હાઇવે પર શોભેશ્વર રોડથી સર્વિસ રોડ પર ત્રાજપર તરફ જતો હતો ત્યારે સામેથી આવતા બાઈક ચાલકે અકસ્માત સર્જતાં દેરાળા ગામે જઈ રહેલા યુવકને ગંભીર ઇજાઓ થતા મોરબી, રાજકોટ બાદ અમદાવાદ સારવારમાં ખસેડતા સારવારમાં મૃત્યુ નીપજ્યું હતું.
માળીયા તાલુકાના દેરાળા ગામે રહેતો અફઝલખા નિઝામખા ખોરમ ઉ.વ.25 નામનો યુવક ગત તા.10 ઓક્ટોબરના રોજ રાત્રે મોરબી નોકરી કરી શોભેશ્વર રોડથી નેશનલ હાઇવેના સર્વિસ રોડ ઉપર બાઈક લઈને પોતાના ઘેર જતો હતો ત્યારે ત્રાજપર ચોકડી નજીક સામેથી આવતા જીજે - 08 - ડીએન - 8655 નંબરના બાઈક ચાલકે અકસ્માત સર્જતાં અફઝલખાને ઇજાઓ પહોંચતા પ્રથમ મોરબી બાદ રાજકોટ અને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતના આ બનાવ અંગે મૃતકના પિતા નિઝામખા મહમદખા ખોરમે સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી બાઈક ચાલક વિરુદ્ધ બાઈક નંબરના આધારે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.