Saturday - Aug 15, 2026

મોરબી ત્રાજપર ચોકડી પાસે ટ્રેઇલરે બાઈકને ઠોકરે ચડાવતા યુવાનનું મોત

મોરબી ત્રાજપર ચોકડી પાસે ટ્રેઇલરે બાઈકને ઠોકરે ચડાવતા યુવાનનું મોત

મોરબી : મોરબી - વાંકાનેર નેશનલ હાઇવે પર ત્રાજપર ચોકડી નજીક ગત તા.10ના રોજ જીજે - 36 - કયું - 2048 નંબરનું બાઈક લઈને જઈ રહેલા નિલેશભાઈ રતિલાલ પીપરોતર ઉ.29 નામના યુવકને આરજે - 47 - જીએ - 6905 નંબરના ટ્રક ટ્રેઇલર ચાલકે હડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોંચાડતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મૃતકના પિતા રતિલાલ માવજીભાઈ પીપરોતર રહે.ભડિયાદ વાળાએ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.