મોરબી : મોરબી - વાંકાનેર નેશનલ હાઇવે ઉપર લાલપર નજીક ગત તા.13 સપ્ટેમ્બરના રોજ જીજે - 10 - સીએલ - 0867 નંબરનું બાઈક લઈને જઈ રહેલા રાજકુમાર રામપ્રસાદ વર્મા ઉ.43 રહે.ધર્મસિધ્ધિ સોસાયટી, જાંબુડિયા મૂળ રહે.બીલંડગંજ, ઉત્તર પ્રદેશ નામના યુવકનું બાઈક સ્લીપ થઈ જતા ગંભીર ઇજાઓ થતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મૃતકના પત્ની ઊર્મિલાબેનની ફરિયાદના આધારે પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.