હળવદ : હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામની સીમમાં ગોલાસણ રોડ પર આગળ જતા ટ્રેક્ટરની સાઈડ કાપવા જતા જીજે - 13 - કેકે - 8178 નંબરના બાઈક ચાલક અજિત સુરેશભાઈ ધાણકનું બાઈક સ્લીપ થઈ જતા બાઈક પાછળ બેઠેલા મૂળ મધ્યપ્રદેશના વતની રેશલિયાભાઈ કલસિંહ ભીલ નામના યુવકનું ટ્રેક્ટરની ટ્રોલી નીચે આવી જતા મૃત્યુ નીપજ્યું હતું.અકસ્માતના આ બનાવમાં મૃતકના પત્ની દીનાબેને બેદરકારી પૂર્વક બાઈક ચલાવનાર આરોપી બાઈક ચાલક અજિતભાઈ ધાણક વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.