Saturday - May 02, 2026

હળવદના ચરાડવા પાસે બાઈક સ્લીપ થઇ જવાથી યુવાનનું મોત

હળવદના ચરાડવા પાસે બાઈક સ્લીપ થઇ જવાથી યુવાનનું મોત

હળવદ : હળવદ તાલુકાના અજિતગઢ ગામની સીમમાં ખેતમજૂરી કરતા મૂળ મધ્યપ્રદેશના વતની જયંતીભાઈ મંગળીયાભાઈ ચૌહાણ ઉ.48 ગત તા.4 માર્ચના રોજ પોતાનું એમપી - 69 - ઝેડડી - 0631 નંબરનું બાઈક લઈને જતા હતા ત્યારે હળવદ તાલુકાના ચરાડવા નજીક કે.ટી.મિલ પ્રાથમિક શાળા સામે બાઈક સ્લીપ થઈ જતા ગંભીર ઇજાઓ થતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.