Saturday - May 02, 2026

મોરબીમાં મનપા દ્વારા સેવાસેતુ 2.0 માં વિવિધ પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ

મોરબીમાં મનપા દ્વારા સેવાસેતુ 2.0 માં વિવિધ પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ

મોરબી : સરકારના લોકકલ્યાણકારી અભિગમને છેવાડાના માનવી સુધી પહોંચાડવાના હેતુથી મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરી વિસ્તારમાં ‘સેવાસેતુ 2.0’ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. બે અલગ-અલગ સ્થળોએ યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટી પડ્યા હતા અને વિવિધ સરકારી યોજનાઓનો લાભ મેળવ્યો હતો.

મોરબી મહાનગરપાલિકા દ્વારા મણીમંદિર પાસેની તાલુકા શાળા અને વજેપર વાડી પ્રાથમિક શાળા ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. ડેપ્યુટી કમિશનર અને આરોગ્ય અધિકારીના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં નાગરિકોની બહોળી ઉપસ્થિતિ નોંધાઈ હતી.

સેવાસેતુ કાર્યક્રમ અંતર્ગત આવકના દાખલા, રેશનકાર્ડને લગતી કામગીરી, આધારકાર્ડ સુધારા, જન્મ પ્રમાણપત્ર, આરોગ્યલક્ષી કાર્ડ અને મેડિસિન સારવાર જેવી સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. આ ઉપરાંત ઘરેલું વીજ જોડાણ, પ્રધાનમંત્રી આવાસ યોજના, ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના અને ગેસ કનેક્શન પાસ જેવી વિવિધ યોજનાઓના ફોર્મ સ્વીકારી સ્થળ પર જ નિકાલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.સમગ્ર કાર્યક્રમનું પારદર્શક રીતે સંચાલન થાય તે માટે મહાનગરપાલિકાના સ્ટાફ અને વિવિધ વિભાગના અધિકારીઓએ જહેમત ઉઠાવી હતી. તમામ વિભાગના કર્મચારીઓના સંકલનથી આ આયોજનને સફળ બનાવવામાં આવ્યું હતું.