Saturday - Oct 03, 2026

ટંકારાના વિરપર નજીક અજાણ્યા વાહનની હેડફેટે લેતા યુવાનનું મોત

ટંકારાના વિરપર નજીક અજાણ્યા વાહનની હેડફેટે લેતા યુવાનનું મોત


ટંકારા : રાજકોટ - મોરબી હાઇવે પર ટંકારા તાલુકાના વિરપર નજીક બાની વાડી પાસે ઉભેલા મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલમાં નવલખી રોડ પર રહેતા ઘનશ્યામભાઈ નંદરામભાઈ વિશ્વકર્મા નામના યુવકને કોઈ અજાણ્યા વાહન ચાલકે ગઈકાલે વહેલી સવારના સમયે ઠોકર મારી ગંભીર ઇજાઓ પહોંચાડતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મૃતકના મોટાભાઈ સંતોષ વિશ્વકર્માએ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.