ચાર મિત્રો ન્હાવા ગયા ત્યારે સર્જાઈ દુર્ઘટના, ગઈકાલે સાંજે ત્રણેક કલાક સર્ચ કરાયું પણ કઈ હાથ ન લાગ્યું
મોરબી : માળિયા મિયાણાના વાધરવા નજીક કેનાલમાં ગઈકાલે ચર મિત્રો ન્હાવા ગયા બાદ તેમાંથી એક યુવાન કેનાલમાં ડૂબી ગયા ફાયરની ટીમ દ્વારા ગઈકાલથી જ કેનાલમાં ભારે શોધખોળ કરવામાં આવી રહી છે. પણ કઈ હાથ લાગ્યું નથી. આથી હાલ પણ ફાયરની ટિમ દ્વારા આ યુવકની શોધખોળ ચાલી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.
માળિયા મિયાણા તાલુકાના વાધરવા ગામ નજીક નવકાર કોર્પોરેશનની પાછળ કેનાલમાં ગઈકાલે બપોરે સુરપાલસિંઘ વીરસિંઘ, અજય શર્મા, સતીશ વર્મા અને પ્રવીણ સિંઘ નામના ચાર યુવકો ન્હાવા ગયા હતા. જેમાં સુરપાલસિંઘ નામનો યુવક કેનાલમાં ડૂબી ગયો હતો. આ અંગે જાણ કરવામાં આવતા 5:30 વાગ્યે ફાયરની ટિમે પહોંચી શોધખોળ કરી હતી. અંદાજે ત્રણેક કલાક શોધખોળ બાદ કઈ હાથ લાગ્યું ન હતી. બાદમાં ફરી આજે સવારે 10 વાગ્યાથી ફાયરની ટિમ દ્વારા શોધખોળ ચલાવવામાં આવી રહી છે.