Saturday - May 16, 2026

હળવદના જુના ધનાળા પાસે ડમ્પર હડફેટે સ્કૂટરમાં જઈ રહેલા મહિલાનું મોત

હળવદના જુના ધનાળા પાસે ડમ્પર હડફેટે સ્કૂટરમાં જઈ રહેલા મહિલાનું મોત

હળવદ : હળવદ તાલુકાના જુના ધનાળા ગામના રેલવે ફાટક નજીક જીજે - 36 - એક્સ - 2123 નંબરના ડમ્પર ચાલકે ગત તા.26 નવેમ્બરના રોજ જીજે - 36 - એએચ- 0335 નંબરના એક્ટિવા મોટર સાયકલને હડફેટે લેતા એક્ટિવા પાછળ બેઠેલા ગંગાબેન ઝાલાભાઈ પરસાડીયા ઉ.50 રહે.હાલ પીપળી, તા.મોરબી મૂળ રહે.ખોડ ગામ તા. હળવદ નામના મહિલાનું ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું.અકસ્માતની ઘટના અંગે હળવદ પોલીસે મૃતકના પતિ ઝાલાભાઈ મેરાભાઈ પરસાડીયાની ફરિયાદના આધારે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.