મોરબી : મોરબી શહેરના લીલાપર પર આવેલ વિદ્યુત સ્મશાનગૃહમાં કચરા પોતા અને સફાઈ કામગીરી કરતા રહેમતબેન ઇસ્માઇલભાઈ જેડા ઉ.52 નામના મહિલાને ગઈકાલે બપોરના સમયે સફાઈ કામગીરી કરતી વેળાએ ઇલેક્ટ્રિક બોર્ડને હાથ અડી જતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.