Sunday - Jul 05, 2026

મોરબી જિલ્લાનું એક એવું ગામ જ્યાં ચારેકોર નજરે પડતી અસુવિધાઓ

મોરબી જિલ્લાનું એક એવું ગામ જ્યાં ચારેકોર નજરે પડતી અસુવિધાઓ

મોરબી જિલ્લાનું એક એવું ગામ કે જ્યાં એકપણ સુવિધા યોગ્ય નથી. આ ગામનું નામ છે. વાકાનેરનું આણંદપર ગામ. આ ગામમાં ખૂબીઓ એકપણ દેખાતી નથી. માત્ર ખામીઓ હોવાથી આ ગામને વિકાસને ગળેટૂંપો દેવાયો હોય તેમ આ વાકાનેરના આણંદપર ગામેં આરોગ્ય કેન્દ્ર, સિંચાઈ, રસ્તાઓ,ભૂગર્ભ ગટર, પીવાના પાણીની પણ કટોકટી હોવાથી ગામલોકોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે. કોઈ અંતરિયાળ ગામનો દાખલો આપે તો તેમાં વાંકાનેરનું આ ગામ એકદમ ફિટ બેસે છે.

વાકાનેર તાલુકાના આણંદપર ગામના સરપંચ કુંવરબેન કાજીયાના જણાવ્યા મુજબ આ ગામ 100 વર્ષ જૂનું હોવા છતાં આ ગામમાં સરકાર અને નેતાઓ તેમજ વહીવટી તંત્રએ યોગ્ય ધ્યાન ન આપતા આ ગામ અવિકસિત રહી બનીને રહી ગયું છે. આ ગામના એકપણ રોડ નવા બન્યા ન હોયથી ધૂળિયા રોડ, ગટરની વ્યવસ્થા પણ યોગ્ય ન હોવાથી વારંવાર ગંદકીનો પ્રશ્ન ઉદભવે છે. સરકારે કચરા માટે વાહનની વ્યવસ્થા ન કરી આપતા ગ્રામ પંચાયતને જાતે કચરાનો નિકાલ કરવો પડે છે. આ ગામની વસ્તી 800ની  હોય એ વસ્તી ખેતી અને મજૂરી કામ ઉપર નભતા હોય પણ સિંચાઈની જ સુવિધા ન હોવાથી વરસાદ આધારિત ખેતીને લીધે ખેડૂતો ત્રણેય પાક લઈ શકતા નથી. આરોગ્ય કેન્દ્રની કમી હોય ગામલોકોને 5કિમિ દૂર આવેલા ગામમા અથવા 15 કિમિ દૂર આવેલ વાંકાનેર શહેરમાં જવાની ફરજ પડે છે. પ્રાથમિક શાળા 8 સુધી  હોવા છતાં ગામમાં શિક્ષણ સુવિધા વિકસવાની જરૂર છે. આ ગામને જોડતા આંતર ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તાઓ કાચા હોય તેમજ ગામની શેરીઓ એકપણ નવા રસ્તા ન બન્યા હોય અને આવી ઘણી બધી અસુવિધા અને સમસ્યાઓ દૂર નહિ થાય તો કદાચ ગામ ભાંગી પડશે અથવા આજના હાઈટેક યુગમાં 0% ટકા વિકાસથી વંચિત રહી જશે તેવું તેમણે જણાવ્યું હતું.