મોરબી: દેશ અને દુનિયામાં સામાન્ય રીતે લોકો નવા વર્ષની શરૂઆત મોજ-મસ્તી, ડાન્સ પાર્ટી કે મોંઘા જમણવાર સાથે કરતા હોય છે. પરંતુ મોરબીના પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા સમાજને એક નવી રાહ ચીંધીને રક્તદાન કેમ્પના આયોજન સાથે નવા વર્ષને આવકારવામાં આવ્યું છે.
જેમાં ભક્તિ અને સેવાનો સંગમનું ઉદાહરહ પૂરું પાડી ને તેમને નવું વર્ષ સૌના માટે સુખાકારી અને તંદુરસ્તી લાવે તેવી પ્રાર્થના સાથે રવાપર રોડ પર આવેલ નરસંગ ટેકરી મંદિર ખાતે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં મોરબી સિવિલ હોસ્પિટલના સહયોગથી યોજાયેલા આ કેમ્પમાં રક્તદાતાઓએ ભારે ઉત્સાહ દર્શાવ્યો હતો.
કેમ્પની મુખ્ય વિગતો જણાવું તો આ રક્ત એકત્રીકરણ કેમ્પ દરમિયાન કુલ 50 બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું.
પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા સિવિલ હોસ્પિટલમાં સારવાર લેતા જરૂરિયાતમંદ દર્દીઓને કટોકટીના સમયે સમયસર લોહી મળી રહે અને તેમનો જીવ બચાવી શકાય તે હેતુ થી આ ઉમ્મદા કાર્ય કરવામાં આવ્યું હતું.
જેમાં આ રકતદાનમાં પ્રેરણાત્મક ઉદાહરણ તરીકે રક્તદાતા કૃણાલભાઈ કોટડીયાએ અત્યાર સુધીમાં 20થી વધુ વખત રક્તદાન કરી અન્ય યુવાનો માટે પ્રેરણા પૂરી પાડી હતી.
આ માનવતાવાદી કાર્યને સફળ બનાવવામાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપના સભ્યોએ જહેમત ઉઠાવી હતી. જેમાં કાજલબેન આદ્રોજા, સાધનાબેન ઘોડાસરા, ડો. અંકિતા પટેલ, આશાબેન ભાલોડિયા, ક્રિષ્નાબેન પનારા, નીરૂબેન સરડવા, અલ્પાબેન કાસુન્દ્રા, રૂપલબેન પનારા, ચંદ્રાબેન કાબરા, હીનાબેન પટેલ, હર્ષાબેન પટેલ, ડો. ખ્યાતિ પટેલ, શોભનાબેન કણસાગરા અને પૂજાબેન સરડવા સહિતના અગ્રણીઓએ સક્રિય સહયોગ આપ્યો હતો.